જૂનાગઢમાં ઉનાળાની શરૂઆત થતાં જ તડકો પડવાને બદલે ગઈ કાલે વરસાદની સવારી આવી પહોંચી હતી. હવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે જૂનાગઢમાં ગઈ કાલે બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને કમોસમી વરસાદ પડ્યો હતો.
થોડા દિવસો પહેલા જ જૂનાગઢમાં વિસાવદર તાલુકાના ગામોમાં ધોધમાર પાંચ ઇંચ જેટલો વરસાદ તુટી પડયો હતો.
તેમજ માળિયા હાટીના પંથકમાં ભારે વરસદા થયો હતો. ખેતરમાં ઉભો પાકને ભારે નુકસાન પહોચ્યું હતું.
આટલા પાકોને પહોચી શકે નુકસાન
વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. ત્યારે વરસાદને પગલે ઘઉં,તલ, જીરું, ચણા, એરંડા, કેરી, ચીકુના પાકને વ્યાપક નુકસાન થશે. તૈયાર પાક ઉપર વરસાદ થતા ભારે નુકસાન થયું છે.