spot_img
HomeGujaratજૂનાગઢ દેશમાં બીજા ક્રમે ટીબી ઘટાડવામાં , જૂનાગઢ જીલ્લા ક્ષય કેન્દ્રને રાષ્ટ્રીય...

જૂનાગઢ દેશમાં બીજા ક્રમે ટીબી ઘટાડવામાં , જૂનાગઢ જીલ્લા ક્ષય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ મળ્યો હતો

spot_img

વિશ્વ ક્ષય દિન નિમિતે તા. 24 માર્ચ ના રોજ વારાણસી ખાતે વન વર્લ્ડ ટીબી સમિટનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં જૂનાગઢ જીલ્લાનાં વર્ષ- 2015 થી 2022 દરમિયાન ટીબીનાં નવા કેસોમાં 40 ટકા જેવો ઘટાડો જોવા મળ્યો હતો. જે અનુલક્ષીને વન વર્લ્ડ ટીબી સમિટમાં જૂનાગઢ જીલ્લાને નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ કેટેગરીમાં સામાવેશ કરવામાં આવેલ અને સિલ્વર મેડલ ઉપરાંત 3 લાખનો ચેક મળશે.

Junagadh for reducing TB second in the country, Junagadh District Tuberculosis Center won silver medal at national level

જેમાં તા. 20 ડિસે.2022 થી તા. 21 જાન્યુ. 2023નાં સમયગાળા દરમિયાન જીલ્લાનાં 20 ગામોમાં તથા કોર્પોરેશન વિસ્તારમાં સબ નેશનલ સર્ટીફીકેટ અંતર્ગત ઘરે -ઘરે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 10,004 ઘરમાં 38,202 વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો. અને 1177 સ્પુટમ સેમ્પલનું કલેકશન કરવામાં આવેલ હતું. જેને અતિ આધુનિક જીન એક્સપર્ટ મોલેક્યુલર ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવેલ. જેમાં કોઇપણ નવો કેશ નોંધાયેલ ન હતો.

Junagadh for reducing TB second in the country, Junagadh District Tuberculosis Center won silver medal at national level

આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ તાલુકા અને જીલ્લા કક્ષાનાં અધિકારી અને ડબ્લ્યુ. એચ.ઓ. નાં કન્સલ્ટન્ટનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. આ કામગીરી જુનાગઢ જીલ્લાના ક્લેકટર રચિત રાજ અને જીલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી, જીલ્લાનાં પ્રોગ્રામ ઓફિસર, તમામ તાલુકા આરોગ્ય અધિકારી, મેડીકલ ઓફિસર વગેરે દ્વારા કરેલા અથાગ પરીશ્રમનાં લીધે મેડલ મળેલ છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular