- AI ટેક્નોલોજી આવી ગઇ પણ મનપા હજુ 18મી સદીમાં જીવે
- મનપા પાસે આધુનિક ટેક્નોલોજી નથી, માટે દુકાને દુકાને ભમે છે
- ફાયર NOC કે BU સર્ટિફિકેટ નથી મળતા. તો જવાબદાર કોણ?
સુરેશ ત્રિવેદી
citycoverage.in
જૂનાગઢ. રાજકોટમાં TRP અગ્નિકાંડ બાદ જૂનાગઢનું જ તંત્ર નહીં રાજ્ય સરકારની ઉંઘ ઉઠી ગઇ છે. અને તંત્ર અને સરકારની લાલીયાવાડી સામે આવી ગઇ છે. જૂનાગઢ મહાનગર પાલિકાનાં અધિકારીઓ જાગ્યા અને ભાગ્યા પણ ખરા. મોટા માથાઓ અને નેતાઓની શરમ રાખ્યા વીના ધડાધડ સીલ મારવા લાગ્યા છે. જૂનાગઢમાં ગેમ ઝોન, મોલને તાળા મારી દીધા છે. એટલું નહીં ફાયર NOC છે કે નહીં તેની તપાસ કરવા માટે મનપાની ટીમ શહેરમાં ધાડેધાડે ઉતરી ગયા છે અને દુકાને ભમી રહ્યાં છે. સારી બાબત છે પણ દુનિયામાં ટેક્નોલોજી ક્યાંની ક્યાં પહોંચી ગઇ છે. AI ટેક્નોલોજી આવી ગઇ છે. પરંતુ જૂનાગઢ મનપા હજુ 18 સદીમાં જીવે છે. ફાયર NOC કોની પાસે છે અને કોની પાસે નથી તે જાણવા માટે દુકાને દુકાને ભટકવું પડી રહ્યું છે.
રાજકોટમાં કાંડ થયો અને બધા દોડી પડ્યા. કાઢો ફાયર NOC. નથી..? આ લ્યો મારો સીલ. અને સામે વાળો દોડતો થયો. આ છે હાલ નો માહોલ. ટીવીમાં એક જાહેરાત ચાલે છે. જેમાં પૂછે છે કે શું ચાલે છે. ત્યારે જવાબ મળે કે ફોગ ચાલે છે. અત્યારે આપણા જૂનાગઢ માં કોક ને પૂછો શું ચાલે છે તો કહે ‘ફાયર NOC’ ચાલે છે. બધા તૂટી પડ્યા છે ચેક કરવા. સ્ટાફ નથી તો આઉટ સોર્સ થી ચલાવે છે. લોકો પૂછે એટલા વર્ષો ક્યાં હતા સાહેબ ..?
સવાલ એ છે કે આજના તકનીકી યુગમાં મનપા ને જગ્યા જગ્યા ચેક કરવા જવું પડે આ બેહદ શર્મનાક બાબત છે. બધા જાણીએ છે કે મોબાઈલ નો રિચાર્જ પૂરો થાય તો તરત મેસેજ આવે, વીમો પૂરો થાય તો મેસેજ આવે, વીમાની કિસ્ત બાકી હોય તો મેસેજ આવે, ટ્રાફિક ના નિયમ તોડી તો ઘરે મેસેજ આવે છે. છોકરા છોકરી સ્કૂલ જાય કે નહીં જાય એનો પણ મેસેજ આવી જાય છે. એટલું જ નથી ગાડી ની સર્વિસ ડ્યુ હોય તો એનો પણ મેસેજ આવી જાય છે. આશ્ચર્ય તો ત્યારે થયો જયારે મેડિકલ સ્ટોરમાંથી એક મહિના પહેલા મહિના દી ની દવાઓ લીધી હતી જેવો એક મહિનો પૂરો થયા એના પહેલા જ મેસેજ આવી ગયો કે તમારી દવાઈ પૂરી થાય છે.
પણ આપણી મનપા પાસે એવો કોઈ સિસ્ટમ કે ડેટા બેસ જ નથી. કે કેટલા લોકો પાસે ફાયર NOC છે જે નથી, ક્યારે પૂરી થઈ, ક્યારે રીન્યૂ કરાવી છે, ડ્યું ડેટ શું છે? અને કેટલા લોકો પાસે BU સર્ટિફિકેટ નથી? એવું કોઈ ક્રિએટિવ વર્ક સિસ્ટમ જ નથી અને કોક ના ધ્યાનમાં પણ નથી આવ્યો. કેમકે આ ગધા મજુરીમાં જ એને મજા આવે છે. અત્યારે રાજકોટ નો બનાવ બન્યો તો ફાયર NOC ચેકીંગ જોર શોર થી ચાલે છે. ના કરે નારાયણ કાલ કરાત કોઈ બીજો બનાવ બને તો એની તપાસ માં દોડધામ શરૂ કરશે? કેમકે હવે બનાવ ગુજરાતના ભાગ્યમાં લખાઈ ગયા છે. ભ્રષ્ટાચારનો સૂચકાંક મહાનગર પાલિકા ના કારણે ઉચ્ચતમ સ્તર ઉપર પહોંચી ગયો છે. જેમાં ભાજપના અધિકારીઓ અને પાર્ટી પદાધિકારીઓ નો જ હાથ છે. લોકો આકંઠ દુઃખી છે. ખેર એના ઉપર પછી વાત કરીએ.
સૌથી વધુ શર્મનાક સ્થિતિ કહેવાય છે જ્યાં તપાસ કરવા જાય ત્યાં ફાયર NOC કે BU સર્ટિફિકેટ નથી મળતા. તો જવાબદાર કોણ? સીધે સીધે સિટી ટાઉન પ્લાનિંગ ઓફિસર, ફાયર ઓફિસર જ અને કમિશનર. શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં જેટલા લોકો પાસે ફાયર NOC કે BU સર્ટિફિકેટ નથી મળતા તો આ જૂનાગઢ માટે સારી બાબત કહેવાય કે ગર્વ કરવા જેવી?
સત્તા પક્ષ જેની સૌથી વધારે પકડ કે રાજ છે એ લોકો દિશાહીન છે. આ લોકો નો એકજ ટાર્ગેટ હોય છે અને એમાંજ એ લોકો એક્સપર્ટ છે. ઉપર થી આદેશ આવે એટલે મ્હારી માટી મારો દેશ જેવા અનગિનત બોગસ અને વગર રીજલ્ટ ઓરિયંટેડ પ્રોગ્રામો માં આખી તાકાત જોખી દે છે. પણ કોઈ નેતા કે પદાધિકારી આજ દિવસ લગી એવું કોઈ ઇનિશેટીવ લીધો હોય તો ખયાલ નથી. અબજોપતિ મનપા પાસે ખરેખર એક કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ હોવો જોઈએ. જેના થી માનવ શ્રમ ની બરબાદી અટકે અને તાત્કાલિક રિજલ્ટ મળે.