લોકસભા ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું આજે મતદાન થયું. જેમાં ગુજરાતની 25 બેઠકો પર આજે મતદાન યોજાયું હતું. મહત્વનું છે કે આ મતદાન દરમ્યાન અનેક લોકો મતદાન કરવા માટે પણ પહોંચ્યા હતા. નવસારીમાં મતદાન દરમ્યાન પશુ પ્રેમીઓ પણ ઉત્સાહ ભેર પોતાના પશુ સાથે મતદાનકરવા પહોંચ્યા હોવાની તસવીરો સામે આવી હતી.
આજે લોકસભાની ચુંટણીમાં ગુજરાતના 266 ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થયું છે. ઉત્સાહ ભેર લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટ્યા હતા.
નવસારીમાં મતદાન દરમ્યાન અનોખુ આકર્ષણ જોવા મળ્યું હતું. નસવારી જિલ્લામાં પશુપાલકો પણ મોટી સંખ્યામાં રહે છે. ત્યારે કેટલાક પશુપાલકો પોતાના ગૌવંશને લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. આટલું જ નહીં કેટલાક પશુ પ્રેમી પોતાના પાલતુ પશુ જેમને ઘરમાં રાખતા હોય તેવા પશુને લઈ મતદાન મથક પહોંચ્યા હતા.
લોકો પોતાના પાલતુ પશુને ઘરના સભ્યની જેમ રાખતા હોય છે. ત્યારે તેણે ક્યારેય એકલું ઘરે મુક્ત ના હોય. આવા સંજોગોમાં કોઈ પણ સ્થળે જવું હોય તો તેમને સાથે લઈને જવું પડે છે.
આ દરમ્યાન આજે 7 તારીખે મતદાનનો દિવસ હતો. ત્યારે નવસારીમાં પશુ પ્રેમી મતદારો પોતાના પાલતુ પશુઓને સાથે લઈ મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો.
નસવારી જિલ્લામાં 10 કલાકમાં થયેલા મતદાનની વાત કરવામાં આવે તો છેલ્લા 10 કલાકની ટકાવારી 55.31 છે. જેમાં જલાલપોર 64.04 ટકા, નવસારી 62.31 ટકા, ગણદેવી 68.06 ટકા, ચોર્યાસી 47.66 ટકા, ઉધના 49.01 ટકા, લિંબાયત 52.54 ટકા, મજુરા 51.36 ટકા મતદાન નોંધાયું છે.