ઉમેદવારની વય મર્યાદા 42 વર્ષ રાખી, આંખની ઓળખાણવાળાને બેસાડવાનો તખ્તો?
જૂનાગઢ…..
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ભરતીને લઇ આગાઉ પણ આક્ષેપ થયા હતાં. ત્યારે યુનિ. ભરી ભરતીને લઇ વિવાદમાં આવી છે. યુનિ. સિનીયર અને જુનિયર કલાર્કની ભરતી બહાર પાડી છે. કુલ ત્રણ પદ માટે ભરતીની જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે, આ પદ માટે ઉંમેદવારની વય મર્યાદ 42 વર્ષ રાખવામાં છે. સામાન્ય રીતે કોઇ પણ પદ માટે વધુમાં વધુ 35 વર્ષની મર્યાદા હોય છે. પરંતુ યુનિ.એ 42 વર્ષ રાખીને બધાને ચોંકાવી દીધા છે. આ નિર્ણયને લઇ યુનિ. શંકાના ઘેરામાં આવી ગઇ છે. યુનિ. પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, લગતા વળગતાને બેસાડવા માટે આ મર્યાદા રાખવામાં આવી છે.
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી [BKNMU]માં ભરતી માટે જાહેરાત બહાર પડી છે. જેમાં ફેકલ્ટી અને નોન ટેક્નિકલ સ્ટાફ સહિતની ભરતી માટે જાહેરાત કરી છે. જાહેરાતમાં નોન ટેક્નિકલ સ્ટાફમાં સિનીયર અને જુનિયર ક્લાર્કની જગ્યા માટે વય મર્યાદા ચોકાવે તેવી છે. સિનીયર ક્લાર્કની એક અને જુનિયર ક્લાર્કની 2 પોસ્ટ માટે ભરતીમાં વય મર્યાદા 42 વર્ષ રાખવામાં આવી છે. જો કે સરકારી ધારા ધોરણ મુજબ આ પદ માટે ન્યુનતમ વય મર્યાદ 35 વર્ષ હોવી જોઈએ. યુનિવર્સિટી દ્વારા આ પદ માટે 42 વર્ષની વય મર્યાદા રાખી લોકોને હેરાન કરી દીધા છે. 42 વર્ષ રાખવામાં આવે તો રિજર્વ કેન્ડીડેટ માટે 5 વર્ષ વધુ જોડીએ તો આ વય 47 વર્ષ સુધી પહોંચી જાય છે.
હાસ્યાસ્પદ સ્થિતિ તો આ છે કે, રિટાયર્ડની ઉમર સરકાર 58 વર્ષ નક્કી કરેલ છે. યુનિવર્સિટી પ્રશાસન ફક્ત 11 વર્ષ માટે આ પદ માટે ભરતી કરવા ઈચ્છે છે. આ ભરતી પ્રક્રિયામાં કોઈ મોટો ખેલ ખેલાઈ રહ્યાની સંભાવનાથી ઇનકાર શકાય તેમ નથી. પછી યુનિવર્સિટી પ્રશાસન કોઈ લાગ વગ વાળાને ભરતી કરવા માટે તો વય મર્યાદામાં છેડછાડ કર્યાના આક્ષેપ થઇ રહ્યાં છે.