ગુજરાતમા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી તારીખ 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન કવીઝ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા જેવા આયોજન કરવામાં આવેલ હતા. આ વિવિધ સ્પર્ધામા અંદાજીત 430 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જેમા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી (ઓપન) સ્પર્ધા 5 – 10 – 23 ને સવારે – 8 થી 10 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગોરડ વિશાલભાઈએ પ્રથમ ક્રમાંક મેળવ્યો, જ્યારે બીજા નંબર પર ચિરાગભાઈ રાવલીયા અને દર્શનભાઈ પિઠડીયા અને ત્રીજા નંબર પર પરબતભાઈ મુળીયાસિયા અને પૃણાંશુંભાઈ દુધાત્રાનો નંબર આવેલ હતો. ફોટોગ્રાફી સક્કરબાગ તેમજ સક્કરબાગની અંદર આવેલ સફારી પાર્કમાંથી કરવાની હોય છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં કુલ ૩૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એક થી ત્રણ ક્રમાંક નંબર મેળવનારને અન્ય શહેરના વિવિધ જંગલોમાં પાડેલી તસ્વીરો અને પ્રમાણપત્ર અને ઝુની બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. RFO મકવાણા, ફોરેસ્ટ મૂળિયાભાઈ, ફોરેસ્ટ ગાર્ડ હેતલબેન કીંદરખેડીયા તેમજ ઝુ સ્ટાફ હાજર રહ્યો હતો.
પ્રથમ નંબર પર આવેલ વિશાલભાઈ ગોરડનો ચાર મંકી વાળો ફોટોગ્રાફ્સ સિલેક્ટ થયેલ હતો. આ ફોટોગ્રાફ્સમાં દુનિયાનો બીજા નંબરનો સૌથી નાનો વાંદરો ‘ મામેર્ટ મંકી ‘ કહેવામાં આવે છે એમનો છે. આ મામેર્ટ મંકી વહેલી સવારના ઠંડા વાતાવરણમા એકબીજાને ચિપકીને ચાર વાંદરા બેઠા જોવા મળ્યા હતા. જે ફોટો વિશાલભાઈ ગોરડ દ્વારા પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. ફોટો બતાવે છે કે, પ્રાણીઓમા પણ હુંફ, પ્રેમ, વાત્સલ્ય હોય છે. જ્યારે એમનો જ બીજો ફોટો ચંદ્રની નજીક એક ઢોંક બગલો ઉડી રહ્યો હોય છે એ બતાવે છે કે પક્ષીઓ ને ઉડવા માટે કોઈ જ સિમાંકનની જરુર હોતી નથી અને જેને ઉડવુ જ હોય છે એને કોઈ બાધા
નડતી નથી.
વિશાલભાઈ ગોરડ જુનાગઢના જ વતની છે અને પોતના માટે 2002 વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સાથે જોડાયા હતા અને ત્યારથી શોખ થી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરે છે, તેમજ શનિ રવિવારના રોજ ગીર જંગલ અને જૂનાગઢના ગીરનાર જંગલ વિસ્તારમા ફોટોગ્રાફી કરવા જાય છે. સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાતા નેચર એજ્યુકેશન કેમ્પ સાસણ ગીર, જુનાગઢ, જામવાળા ગીર પર પ્રશિક્ષણમા પ્રશિક્ષક તરીકે ફ્રી સેવા પણ આપી રહ્યા છે. જૂનાગઢમાં પરિક્રમા અને શિવરાત્રીના મેળા દરમ્યાન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સ્વયંમ સેવક તરીકે સેવા આપે છે. એ ઉપરાંત જુનાગઢની વસુંધરા નેચર કલબના સભ્ય છે અને આ ગ્રુપ પરિક્રમા બાદ ગીરનાર જંગલ વિસ્તારમા સફાઈ અભિયાન કરે છે. જેમા ગયા વર્ષ દરમિયાન ગ્રુપે સૌથી શ્રેષ્ઠ કામગીરી હતી એ બદલ વાઈલ્ડ લાઈફ વીક દરમિયાન ગાંધીનગર CM દ્વારા પ્રોત્સાહિત કરવામા આવેલ.