spot_img
HomeGujaratગુજરાતની ગૃહિણીઓ માટે આવ્યા સારા સમાચાર! ઘીની આ બ્રાંડના ભાવોમાં થયો ધટાડો,...

ગુજરાતની ગૃહિણીઓ માટે આવ્યા સારા સમાચાર! ઘીની આ બ્રાંડના ભાવોમાં થયો ધટાડો, આવતીકાલથી અમલવારી શરૂ

spot_img

સામાન્ય જનતા માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. . અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં ઘટાડો કરાયો છે.. અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલો 25 રૂપિયાનો ઘટાડો કરાયો છે… અને 15 કિલોના ડબ્બાના ભાવ માં 375નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. 15કિલો ઘી ડબ્બા નો જુનો ભાવ 9220 હતો જે હવે 8845માં મળશે. ઘીના નવા ભાવ 14 માર્ચથી લાગુ કરવામાં આવશે.

The price of this brand of ghee has come down, implementation will start from tomorrow

મધ્યમવર્ગના લોકોને મોટી રાહત

ઘી એક એવી વસ્તુ છે જે દરેક વર્ગના લોકોની જરૂરીયાત છે. છેલ્લા કેટલાક સમયથી ઘીના વધતા ભાવોએ સામાન્ય જનતાની ચિંતા વધારી દીધી હતી.. ત્યારે ઘીના ભાવમાં પ્રતિકિલો 25 રૂપિયાના ઘટાડાથી મધ્યમવર્ગના લોકોને મોટી રાહત મળશે..

The price of this brand of ghee has come down, implementation will start from tomorrow

અગાઉ ભાવમાં થયેલો વધારો અને ઘટાડો

મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે નવેમ્બર માસમાં સાબર ડેરીએ પ્રતિકિલો ઘીએ 29 રૂપિયાનો ભાવ ઘટાડ્યો હતો.. અને જ્યારે આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2024માં પ્રતિકિલો 15 રૂપિયા ભાવ ઘટાડ્યો હતો. બરાબર એક વર્ષ પહેલા એટલે કે 2023ના માર્ચ માસમાં સાબર ડેરી દ્વારા ઘીની કિંમતમાં વધારો કરાયો હતો, ત્યારે બે મહિનામાં બે વાર ભાવ વધારાયા હતા.. કારણ કે તેની પહેલા ફેબ્રુઆરીમાં પણ ઘીની કિંમતમાં ડેરીએ વધારો કર્યો હતો. અને તેની આગળના વર્ષમાં એટલે કે 2022માં 8 વખત ઘીના ભાવમાં વધારો કરાયો હતો.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular