જો તમે જૂનની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડી અને સુંદર જગ્યાઓ પર જવાનું વિચારી રહ્યા છો, તો આ માટે ઉત્તર પૂર્વ ખૂબ જ યોગ્ય સ્થળ છે. અહીં એવી ઘણી જગ્યાઓ છે જે તમારી યાત્રાને યાદગાર બનાવી દેશે. બાળકોને પણ જૂનમાં રજાઓ હોય છે, તેથી તમે અહીં ફેમિલી ટ્રિપનું પ્લાનિંગ પણ કરી શકો છો. IRCTCએ હાલમાં જ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. જેમાં તમને નોર્થ ઈસ્ટની મુલાકાત લેવાની તક મળશે. પેકેજ સંબંધિત મહત્વની વિગતો અહીં જાણો.
આ સુવિધાઓ ઉપલબ્ધ થશે
1. તમને રાઉન્ડ ટ્રીપ ફ્લાઇટ માટે ઇકોનોમી ક્લાસ ટિકિટ મળશે.
2. રહેવા માટે હોટલની સુવિધા ઉપલબ્ધ રહેશે.
3. આ ટૂર પેકેજમાં બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા ઉપલબ્ધ હશે.
4. પેકેજમાં મુસાફરી વીમો પણ સામેલ છે.
પ્રવાસ માટે આટલો ચાર્જ લેવામાં આવશે
1. જો તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 61,540 રૂપિયા ચૂકવવા પડશે.
2. બે વ્યક્તિએ પ્રતિ વ્યક્તિ 49,620 રૂપિયા ચૂકવવા પડશે.
3. ત્રણ લોકોએ 48,260 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.
4. તમારે બાળકો માટે અલગ ફી ચૂકવવી પડશે. બેડ સાથે (5-11 વર્ષ) તમારે 42,010 રૂપિયા ચૂકવવા પડશે અને બેડ વિના તમારે 33,480 રૂપિયા ચૂકવવા પડશે.
IRCTCએ ટ્વીટ કરીને માહિતી આપી
IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે નોર્થ ઈસ્ટનો સુંદર નજારો જોવો હોય તો IRCTCના આ શાનદાર ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.
તમે આ રીતે બુક કરી શકો છો
તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. આ ઉપરાંત, બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ કરી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.