જ્યારે પતિ-પત્ની માતા-પિતા બને છે, ત્યારે ખુશીનો પાર નથી રહેતો. તે આવનારા બાળક માટે પહેલાથી જ બધા પ્લાનિંગ કરી લે છે. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે મા-બાપ અને તેમનો આખો પરિવાર ખુશખુશાલ હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, નવજાત બાળકને કેવું લાગતું હશે? શું તે ખરેખર જન્મ લેવા માંગતો હશે, અથવા તેની મરજી વિના તેને જન્મ આપવામાં આવે છે?
હાલમાં એક યુવતીએ આ મામલે તેના માતા-પિતા સામે કેસ દાખલ કર્યો છે. તેણે કહ્યું કે, તેના માતા-પિતા તેની મરજી વિરુદ્ધ કેવી રીતે જન્મ આપી શકે છે? તમે આ સાંભળીને હેરાન થઈ જશો, પરંતુ તેનું સત્ય કંઈક બીજું જ છે, તેણે એક પોસ્ટ કરી છે જે ગયા વર્ષની છે.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે, અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતી ટિકટૉકર કાસ થિએઝ (Kass Theaz)એ થોડા દિવસ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેમાં કારમાં બેસીને તેણે કહ્યું કે, તેણે તેના માતા-પિતા સામે કેસ દાખલ કર્યો છે કારણ કે તેની પરવાનગી વગર તેને જન્મ આપવામાં આવ્યો છે. પછી તેણે જણાવ્યું કે, તેના ખુદના પણ સંતાનો છે. આ જાણીને લોકો ચોંકી ઉઠ્યા અને તેને ટ્રોલ કરવા લાગ્યા. ઘણા બધા લોકોએ એમ પણ કહ્યું કે, તેને ચેક-અપ કરાવવાની જરૂર છે, તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે.
માતા-પિતા પર કેસ કરવાનું કહ્યું
યુવતીએ પહેલા વીડિયોમાં કહ્યું કે, જો તેના માતા-પિતાૉ બાળકને પેદા કરવા માંગતા હતા તો પ્રેગ્નેન્સી પહેલા તેમણે તાંત્રિક પાસે જવાનું હતું અને તેની આત્મા સાથે સંપર્ક કરીને પૂછવું જોઈતું હતું કે, શું તે આ દુનિયામાં આવવા માંગે છે કે નહીં. ત્યારબાદ જ તેમણે આગળ વધવું જોઈતું હતું. પર તેમણે આવું કંઈક પણ ન કર્યું, તેથી તેમના પર કેસ કર્યો છે. જ્યારે લોકોએ તેને પૂછ્યું કે, તેના બાળકો કેમ છે, તેના જવાબ પર યુવતીએ કહ્યું કે, તેને તેના બાળકોને દત્તક લીધા છે, પેદા નથી કર્યા. આ જ કારણ છે કે, તે તેના બાળકોને આ દુનિયામાં લાવવા માટે જવાબદાર નથી. જ્યારે તેનો વીડિયો વાયરલ થવા લાગ્યો અને લોકોએ તેને ટ્રોલ કરી ત્યારે તેને આખી હકીકત બતાવી હતી.