spot_img
HomeGujaratJamnagarજામનગરના યાદવનગર-નાઘેડીમાં પોલીસે દરોડો પાડી કબજે કરી દવાની 324 બોટલ , પશુ...

જામનગરના યાદવનગર-નાઘેડીમાં પોલીસે દરોડો પાડી કબજે કરી દવાની 324 બોટલ , પશુ વધૂ દૂધ આપે તે માટે કરાતો હતો ઉપયોગ

spot_img

જામનગર શહેર તથા નાઘેડમાંથી બે શખ્સને ગાય, ભેંસ વધુ દૂધ આપે તેવા પ્રતિબંધિત ગેરકાયદેસર ઇન્જેક્શન વેચતા હોવાની બાતમીના આધારે જામનગર એસઓજીએ 324નંગ બોટલો સાથે ઝડપી હાઈ આણંદ તથા કૃષ્ણગઢ ગામના શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી જેના અનુસંધાને એસઓજીના પીઆઈ બી.એન.ચૌધરી તેમજ પીએસઆઈ જે.ડી પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન અરજણભાઈ કોડીયાતર, રમેશભાઈ ચાવડા અને મયુદીનભાઈ સૈયદને બાતમી મળી હતી કે જામનગર શહેરમાં આવેલ .

In Jamnagar's Yadavnagar-Naghedi, the police raided and seized 324 bottles of medicine, which were used to make cattle give more milk.

યાદવનગરમાં મેઈન બજારમાં જયેશ એન્ટરપ્રાઈઝ નામની દુકાન ચલાવનાર મયુર ઉકાભાઇ ભાટુ નામનો શખ્સ ગાય,ભેંસ વધુ દૂધ આપે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શનોનું ગેરકાયદેસર વેચાણ કરતો હોય, દરોડા દરમિયાન ઈન્જેક્શનનું પ્રવાહી ભરેલ 318 નંગ બોટલો નોંધી 12,170ના મુદામાલ સાથે ઝડપી લઈ આણંદના વિશાલ મેરામણભાઈ ભાટુ નામના શખ્સને ફરાર જાહેર કરી મયુર સામે સીટી સી ડિવિઝન પોલીસમાં પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 11(1)(સી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અરજણભાઈ કોડીયાતર અને ચંદ્રસિંહ જાડેજાએ બાતમીના આધારે નાધેડી ગામ વિસ્તારમાંથી ચામુંડા પાન ઍન્ડ જનરલ સ્ટોર્સમાંથી બાબુભાઇ ભુરાભાઈ હૈયા નામના શખ્સને ઇન્જેક્શનનું પ્રવાહી ભરેલ છ નંગ બોટલો કિમંત 240સાથે ઝડપી લઇ પંચકોશી બી ડિવિઝનમાં પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ 1960ની ક્લમ 11(1)(સી) મુજબ ગુનો ભાણવડ તાલુકાના કૃષ્ણગઢમાં રહેતા મહેશ જગાભાઈ વરુ નામના શખ્સને ફરાર જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular