spot_img
HomeGujaratજૂનાગઢના કોલ સેન્ટરની તપાસ હવે સોંપાશે FBI ને, અમેરિકનોને બનાવતા હતા પોતાની...

જૂનાગઢના કોલ સેન્ટરની તપાસ હવે સોંપાશે FBI ને, અમેરિકનોને બનાવતા હતા પોતાની શિકાર

spot_img
  • સીબીઆઈ દ્વારા એજન્સીને જાણ કરવા તજવીજ
  • આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં 500 લોકોને કરાયેલા 500 ઈ-મેઈલનો જવાબ ન આવ્યો

ગત તા.12 ઓકટોબરના આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પકડાયેલ હતું જેમાં નાગાલેન્ડ અને મણીપુરના યુવક યુવતીઓ પકડાયા હતા. આ કોલ સેન્ટરમાં અમેરિકનોને ભોગ બનાવવામાં આવતા હતા. એલસીબીએ તેનો ડેટા મળ્યો હતો જેના આધારે મેઈલ કરવામાં આવ્યો છે પરંતુ તેમનો કોઈ રીપ્લાય આવ્યો નથી આથી સીબીઆઈ મારફત એફબીઆઈની મદદ લઈ જાણ કરવામાં આવશે. એપાર્ટમેન્ટમાં ચાલતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરને પકડી લઈ મણીપુર અને નાગાલેન્ડના 10 યુવક યુવતીઓ અને એક લખપત પંથકના એક શખ્સને પકડી લઈ રૂા.8.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ શખ્સો અમેરિકામાં રહેતા લોકોને ઓર્ડર કેન્સલ કરવાનો મેસેજ કરી તેમના એકાઉન્ટ નંબર મેળવી કરોડોની રકમ લઈને શીશામાં ઉતારી દેવામાં આવ્યા હતા. 500 અમેરિકનોને નિશાન બનાવ્યા હતા. અને ત્રણેક માસમાં રૂા.4.80 કરોડ પડાવી લીધા હતા.

Investigation of Junagadh call center will now be handed over to FBI, Americans were making their victims

આ કેસમાં અમદાવાદ રહેતા નિવૃત ડીવાયએસપીનો નબીરો ઈન્દ્રજીતસિંહ મહાવીરસિંહ રાણા, હરજીતસિંહ છત્રપાલસિંહ રાણા જલય પટેલ, ઈશા રંજીત વ્યાસનું નામ ખુલ્યું હતું. એલસીબીએ આ આરોપીઓને હાજર થવા માટે નોટીસ આપી છે.

જયારે આ કોલ સેન્ટર મારફત છેતરપીંડીનો ભોગ બનેલા અમેરિકનોને મેઈલ કરવામાં આવી છે. પરંતુ ત્યાંથી હજુ સુધી કોઈ રીપ્લાય આવ્યો નથી. આ અંગે એલસીબી પીઆઈ જે.જે. પટેલે જણાવ્યું હતું કે સીઆઈડી ક્રાઈમ અને સીબીઆઈ મારફત આ લોકોને જાણ કરવામાં આવશે. આ માટેની પ્રક્રિયા કરવામાં આવી છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular