spot_img
HomeLatestM.S. યુનિવર્સિટીમાં દર્શન રાવલના લાઈવ કોન્સર્ટમાં હંગામો, વિધાર્થી થયા બેભાન

M.S. યુનિવર્સિટીમાં દર્શન રાવલના લાઈવ કોન્સર્ટમાં હંગામો, વિધાર્થી થયા બેભાન

spot_img

વડોદરાની MSUમાં દર્શન રાવલના લાઈવ કોન્સર્ટમાં ભારે ભીડ થઈ જતા સ્થિતિ કાબૂ બહાર પહોંચી હતી. ટેકનોલોજી ફેકલ્ટીની ફૂટપ્રીન્ટ ઇવેન્ટમાં પાસની કાળાબજારીને કારણે ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કીમાં ગૂંગળામણને કારણે 2 વિદ્યાર્થીઓ બેભાન થઇ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા 6 વાગ્યાથી ટેકનોલોજી ફેકલ્ટીના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રીત થઇ ગયા હતા.

M.S. Darshan Rawal's live concert at the university has riots, students unconscious

ગેટમાં સમયસર એન્ટ્રી નહી મળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જેમાં વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચઢીને ગેટ ખોલાવ્યો હતો. વિદ્યાર્થીઓની આશરે અડધા કિમી લાંબી લાઇનની કતાર લાગી હતી. ગ્રાઉન્ડની 3500ની ક્ષમતા સામે કાળાબજારી કરી 8 હજાર પાસ વેચાયા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. ઓવરક્રાઉડને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓને કંટ્રોલ કરવા માટે વીજીલન્સ અને બાઉન્સરોએ ભારે જેહમત ઉઠાવવી પડી હતી.

દર્શન રાવલના લાઈવ કોન્સર્ટ દરમિયાન બે યુવતીઓ બેભાન થઈ ગઇ હતી. સાથી વિદ્યાર્થીઓએ સમયસુચકતા વાપરી તેમને બહાર લઇ જઇને પ્રાથમિક સારવાર અપાઈ હતી. ભારે ભીડ ,ગરમી અને ગભરાટને કારણે વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાનું અનુમાન લગવાઇ રહ્યું છે. આ સાથે દર્શન રાવલ ગીત ગાતા અટકી જઇ વિદ્યાર્થીઓની સારવાર માટે આયોજકોનું ધ્યાન પણ દોર્યું હતુ.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular