spot_img
HomeGujaratજૂનાગઢમાં પ્રથમવાર યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ જૂનાગઢ, કલેકટરે કરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા

જૂનાગઢમાં પ્રથમવાર યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ જૂનાગઢ, કલેકટરે કરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા

spot_img
  • જિલ્લાના પ્રભારી અને અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે વાઈબ્રન્ટ જૂનાગઢ સમિટને ખુલ્લી મુકાશે
  • કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ વાઈબ્રન્ટ જૂનાગઢ સમિટની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી
  • જૂનાગઢ જિલ્લાની પ્રોડક્ટ, ઉદ્યોગ, પ્રવાસન સહિત અન્ય બાબતોને આવરી લઈ એક્ઝિબિશન ઉભુ કરાશે

વાઈબ્રન્ટ ગુજરાતની તર્જ ઉપર જૂનાગઢના આંગણે પ્રથમવાર તા.૧૪મી ઓક્ટોબર-૨૦૨૩ના રોજ વાઈબ્રન્ટ જૂનાગઢ સમિટ યોજાવા જઈ રહી છે, ત્યારે કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આ વાઈબ્રન્ટ સમિટની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

મહત્વનું છે કે, આ વાઈબ્રન્ટ જૂનાગઢ સમિટને જિલ્લાના પ્રભારી અને અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે.

Vibrant Gujarat Summit to be held for the first time in Junagadh, Collector reviews preliminary preparations

કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં આ સમિટ દરમિયાન જૂનાગઢ જિલ્લાની પ્રોડક્ટ, ઉદ્યોગ, પ્રવાસન સહિત અન્ય બાબતોને આવરી લઈ જે એક્ઝિબિશન રાખવામાં આવનાર છે. તે સંદર્ભે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન કલેકટરશ્રીએ આપ્યું હતું.

કલેક્ટરશ્રીએ આ વાઈબ્રન્ટ સમિટ માટે અધિકારીઓને સોપાયેલ જવાબદારીઓનુ વહન પરસ્પર સંકલન સાથે થાય તે માટે પણ સૂચના આપી હતી.

ઉપરાંત મંચ તથા બેઠક વ્યવસ્થા, આમંત્રણ, પાર્કિંગ, ભોજન, સફાઈ સહિતની અન્ય વ્યવસ્થાઓ માટે પણ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ જૂનાગઢ સમિટના માધ્યમથી જુનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે ઉદ્યોગપતિ રોકાણકારો દ્વારા એમઓયુ કરવામાં આવશે. આમ, રોજગારીની નવી તકો પણ ઉભી થશે. આ બેઠકમાં વાઈબ્રન્ટ જૂનાગઢ સમિટ માટે સ્ટાર્ટઅપ, એક્સપોર્ટ, વેસ્ટ મેનેજમેન્ટ સહિતના વિષયો પર સેમીનાર યોજાનાર છે, જે માટેની તૈયારીઓની વિગતો પણ કલેક્ટરે મેળવી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી પી.જી. પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, નાયબ પોલીસ અધિક્ષક પટણી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી ધૈર્ય જોશી, જિલ્લા આયોજન અધિકારી શ્રી ગંભીર, જિલ્લા પુરવઠા અધિકારી રીનાબેન ચૌધરી સહિતના સંબંધિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular