spot_img
HomeLifestyleBeautyખોરાકમાં ઉમેરો આ વસ્તુઓ અને તમારી ત્વચામાં આવતું વૃદ્ધત્વ ટાળો

ખોરાકમાં ઉમેરો આ વસ્તુઓ અને તમારી ત્વચામાં આવતું વૃદ્ધત્વ ટાળો

spot_img

સામાન્ય રીતે દિવસ દરમિયાન યોગ્ય ખોરાકની પણ ખોટી વ્યાખ્યા કરાતી હોય છે. જ્યારે મોટાભાગના લોકો ચોક્કસ સમયાંતરે જ જમે છે અથવા પોતાના જમવાનો સમય ટ્રેક કરે છે. પણ  હવે ધીમે ધીમે સરળતાથી મળતા પેકેજ્ડ ફૂડ અને જંક ફૂડ તરફ જ્યારે લોકો વળ્યા છે તો તમને એ ફ્રેશનેસ, એ તાજગીનો અનુભવ થતો નથી અને જે પહેલા લોકોને થતો હતો. તેથી તમે શું ખાઓ છો અને ક્યારે ખાઓ છે તેનું ધ્યાન રાખવું મહત્વનું છે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ શરીરને વધારે મજબૂત બનાવવું જોઈએ. અને શરીરને અંદરથી મજબૂત બનાવવા માટે તમે તમારા ઇનટૅક પર ધ્યાન રાખી શકો છો. જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ અને કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ ગીતિકા મિત્તલ ગુપ્તાએ એવી વસ્તુઓ જણાવી છે તે તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદરૂપ નીવડશે.

1. બદામ

બદામમાં વિટામિન ઈ હોય છે જે ચામડીને સ્વસ્થ બનાવનારા એન્ટી-એજિંગ ગુણ આપવામાં કારગર નીવડે છે. બદામ ખાવાને પોતાની બ્યૂટી રૂટિનનો ભાગ બનાવી શકાય છે આ તાજેતરમાં થયેલી સ્ટડીમાં લાભદાયક સાબિત થયું છે. બદામ ચામડી પરની કરચલીઓ ઘટાડવામાં મદદરૂપ બને છે. આયુર્વેદ પ્રમાણે પણ બદામ સ્કીન માટે સારા હોય છે અને તમારી ત્વચાને ચમકદાર બનાવી શકે છે.

2. અળસીના બી

કરચલીઓ અટકાવવા તેમ જ તમારી સ્કીનને કોમળ અને યુવાન રાખવા માટે હાઇડ્રેશન ખૂબ જ જરૂરી હોય છે. તાજેતરમાં થયેલ સ્ટડી પ્રમાણે, 12 અઠવાડિયા પછી, જેમને અળસીનું તેલ કે બીજ આપવામાં આવ્યા છે તેમની સ્કીન 39 ટકા વધારે હાઇડ્રેટેડ બની છે. આ એન્ટી-એજિંગ ફુડ ખાવાથી સ્કીન પરના રેશિશમાં ફાયદો થાય છે આમાં અલ્ફા-લિનોલેનિક એસિડ, એક ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે. ઓમેગા-3 સ્કીનમાં હાઇડ્રેશન વધારે છે. જે મહિલાઓએ વર્ષ 2009 અને 2011 વચ્ચે કરવામાં આવેલા 12 અઠવાડિયાના અભ્યાસમાં અળસીના તેલનું સેવન કર્યું તેમની સ્કીન વધારે હાઇડ્રેટેડ જોવા મળી.

3. દાડમ

દાડમમાંથી મળનારું Punicalagins, ચામડીમાંના કોલેજનને જાળવી રાખવામાં મદદરૂપ બને છે, જેથી એજિંગની પ્રક્રિયા ધીમી પડે છે. ફળના એન્ટીઑક્સિડેન્ટ યૂવી સ્કીનને નુકસાનકારક કેમિકલ્સ અને રેડિએશનથી બચાવે છે. સ્કીન પરના ડાર્ક પેચ ઘટાડીને એજિંગ પ્રક્રિયા ધીમી પાડવામાં મદદરૂપ બને છે.તમારી સ્કીનને અંદરથી પોષણ આપવા માટે અને વૃદ્ધત્વના સંકેત ઘટાડવા માટે આ સરળ ખાદ્ય પદાર્થોનું સેવન કરવું.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular