ઘણીવાર લોકો જમ્યા પછી વરિયાળી ખાવાનું પસંદ કરે છે. એવું માનવામાં આવે છે કે તે પાચનક્રિયાને યોગ્ય રાખવાની સાથે પેટ સંબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. વરિયાળીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન-એ, વિટામિન-સી જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો, તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હા, તમે તેનો ઉપયોગ કરીને ઘણા પ્રકારના ફેસ પેક બનાવી શકો છો. જેના ઉપયોગથી ત્વચા ચમકદાર બની શકે છે.
વરિયાળી, કેળા અને મધનો ફેસ પેક
આ ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા વરિયાળી પાવડર તૈયાર કરો. હવે એક બાઉલમાં કેળાને મેશ કરો, તેમાં થોડી માત્રામાં મધ અને ગુલાબ જળ ઉમેરો. આ મિશ્રણમાં વરિયાળી પાવડર મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે ફેટી લો. હવે તેને ચહેરા પર લગાવો. લગભગ 15-20 પછી પાણીથી ધોઈ લો.
વરિયાળી પાવડર અને દહીંનો પેક
આ ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં 1 ચમચી વરિયાળી પાવડર લો, તેમાં દહીં મિક્સ કરો અને પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવો. લગભગ 15-20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
વરિયાળી અને ઓટમીલ સ્ક્રબ
વરિયાળીનો ઉપયોગ સ્ક્રબિંગ તરીકે પણ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં પાણી લો, તેમાં વરિયાળી પાવડર અને એક ચમચી ઓટમીલ મિક્સ કરો. હવે તેને ઉકાળો. જ્યારે તે નવશેકું થઈ જાય ત્યારે તેને ચહેરા પર લગાવો.
ફેનલ ફેસ ટોનર
તમે વરિયાળીનો ઉપયોગ ફેસ ટોનર તરીકે પણ કરી શકો છો. આ માટે એક કડાઈમાં પાણી લો, તેમાં વરિયાળી ઉમેરો. હવે તેને ઉકાળો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને સ્પ્રે બોટલમાં ભરીને ચહેરા પર સ્પ્રે કરો.