કેળું સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે તેટલું જ તે ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેમાં ઘણા એવા તત્વો મળી આવે છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ત્વચાના કોષોને સાફ કરે છે અને ચહેરાને ચમકદાર બનાવે છે. પોટેશિયમ ત્વચાના કોષોમાં ઓક્સિજન અને રક્ત બંનેના પ્રવાહને જાળવવામાં મદદ કરે છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે. કેળું ત્વચા માટે વરદાનથી ઓછું નથી, ચહેરા પર કેટલીક ખાસ વસ્તુઓ મિક્સ કરીને લગાવવાથી પણ કરચલીઓ દૂર થાય છે. તો આવો જાણીએ ઘરે કેળાનો ફેસ પેક કેવી રીતે બનાવવો, જે તમારી ત્વચાને ચમકદાર બનાવી દેશે.
કેળા અને ઓટ્સનો ફેસ પેક
કેળા અને ઓટ્સનો ફેસ પેક ચહેરાના રંગને સુધારી શકે છે. આ ફેસ પેક બનાવવા માટે પહેલા ઓટ્સનો પાવડર બનાવો, આ પાવડરમાં પાકેલા કેળાને મેશ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર હળવા હાથે લગાવીને મસાજ કરો. લગભગ 10 મિનિટ પછી ધોઈ લો.
કેળા અને મધનો ફેસ પેક
તેને બનાવવા માટે પહેલા એક પાકેલા કેળાને મેશ કરો, હવે તેમાં એક ચમચી મધ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવીને મસાજ કરો. લગભગ 15 મિનિટ પછી ધોઈ લો.
કેળા અને દૂધનો ફેસ પેક
ચહેરાને ચમકાવવા માટે તમે કેળા અને દૂધનો ફેસ પેક લગાવી શકો છો. આ માટે સૌપ્રથમ કેળાને મેશ કરી લો. તેમાં કાચું દૂધ અને ગુલાબ જળ ઉમેરો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો.લગભગ 15 મિનિટ પછી ધોઈ લો.
કેળા અને દહીંનો ફેસ પેક
ચહેરાની કરચલીઓ અને ફોલ્લીઓથી રાહત મેળવવા માટે તમે કેળા અને દૂધનો ફેસ પેક લગાવી શકો છો. તેને બનાવવા માટે પહેલા કેળાને મેશ કરો. હવે તેમાં સંતરાનો રસ અને દહીં ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. લગભગ 20 મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરાની નિખાર આવશે.