વાળને લગતી અનેક સમસ્યાઓથી લોકો કંટાળી જતા હોય છે. કોઇને હેર ફોલ વધારે થાય છે તો કોઇના હેર રફ થઇ ગયા હોય છે. આ સાથે અનેક લોકોની ફરિયાદ હોય છે વાળમાં બહુ ખોડો થઇ જાય છે. આમ, આ દરેક સમસ્યાઓ પાછળ એક નહીં, પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. આ સમયે તમે વાળમાં સીરમ લગાવો છો તો હેરને લગતી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે. આ સીરમ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ સીરમથી વાળની ફ્રિજનેસ દૂર થઇ જશે અને સાથે વાળ શાઇની અને સિલ્કી પણ થશે. આ હેર સીરમ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તો જાણો આ હેર સીરમ કેવી રીતે બનાવશો.
આ રીતે ઘરે સીરમ બનાવો
એલોવેરા સીરમ
ફ્રિઝીનેસ દૂર કરવા માટે એલોવેરા સીરમ બનાવીને તમે લગાવી શકો છો. આ સીરમ બનાવવા માટે તાજી એલોવેરા જેલ લો અને એમાં વિટામીન ઇ કેપ્સુલ મિક્સ કરો. પછી ગુલાબ જળ અને નારિયેળ તેલ નાખો અને બ્લેન્ડ કરી લો. હવે આ સીરમને એક સ્પ્રે બોટલમાં ભરી લો. આ સીરમનો ઉપયોગ તમે રેગ્યુલર કરો છો તો વાળ મસ્ત થઇ જશે. આ સીરમથી વાળ શાઇની અને સિલ્કી થશે. આ સીરમ તમારા વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે.
ગ્લિસરીન હેર સીરમ
એક કપ ગ્લિસરીન લઇને બરાબર માત્રામાં ગુલાબ જળ મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. તો તૈયાર છે હેર સીરમ. આ હેર સીરમ તમારા વાળને મુલાયમ અને શાઇની બનાવે છે. આ સાથે હાઇડ્રેટેડ પણ રહે છે. તમે દરરોજ આ સીરમ લગાવી શકો છો.
ગ્રીન ટી સીરમ
એક કપ ગ્રીન ટીમાં બે ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. આ સમયે તમારે ગ્રીન ટી લિક્વિડ લેવાની રહેશે. આ તૈયાર સીરમને 2 થી 3 કલાક વાળમાં લગાવી રાખો અને પછી હેર વોશ કરી લો. આમ કરવાથી વાળ મસ્ત થઇ જશે. આ સીરમ તમારા વાળને સિલ્કી અને શાઇની કરે છે. આ સાથે વાળને અંદરથી મજબૂત કરવાનું કામ કરે છે.