ઘણીવાર મહિલાઓ અંડરઆર્મ્સની કાળાશથી પરેશાન રહે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ડાર્કનેસને કારણે તમે કોઈ સ્ટાઇલિશ ડ્રેસ પહેરી શકતા નથી. ડાર્ક અંડરઆર્મ્સ હોવાના ઘણા કારણો હોઈ શકે છે. જો તમે ઇચ્છો તો ઘરેલુ ઉપચારની મદદથી આ કાળાશને ઘટાડી શકો છો. ચાલો જાણીએ આ અસરકારક ઉપાયો વિશે…
લીંબુનો રસ
અંડરઆર્મ્સની કાળાશ ઓછી કરવા માટે તમે લીંબુના રસથી મસાજ કરી શકો છો. લગભગ 10-15 મિનિટ લગાવ્યા બાદ પાણીથી ધોઈ લો. લીંબુના રસમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે, જે કાળી ત્વચાને આછું કરવામાં મદદ કરી શકે છે.
ખાવાનો સોડા
બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને તમારા અંડરઆર્મ્સ પર લગાવો. લગભગ 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. બેકિંગ સોડા ત્વચાને એક્સ્ફોલિયેટ કરવામાં મદદ કરી શકે છે.
નાળિયેર તેલ
નારિયેળના તેલથી અંડરઆર્મ્સની માલિશ કરો. થોડીવાર પછી પાણીથી ધોઈ લો. આ તેલમાં વિટામિન E મળી આવે છે, જે ડાર્કનેસ દૂર કરવામાં મદદ કરે છે.
કાકડી
કાકડીનો ટુકડો તમારા અંડરઆર્મ્સ પર થોડી મિનિટો માટે ઘસો. કાકડીમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે, જે ડાર્કનેસને હળવો કરવામાં મદદ કરી શકે છે.
બટાકા
કાચા બટેટાનો ટુકડો લો અને તેને તમારા અંડરઆર્મ્સ પર ઘસો. તેમાં રહેલા એન્ઝાઇમ્સ ત્વચાની કાળાશને હળવી કરવામાં મદદરૂપ થાય છે.
હળદર
હળદર પાવડરને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો, તેને તમારા અંડરઆર્મ્સ પર લગાવો. લગભગ 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે કુદરતી રીતે ત્વચા સાફ કરવામાં મદદ કરે છે.